• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મહિલાએ વાગડોદ પોલીસ મથકે પતિ સહિત સાસરિયાના સભ્યો સામે ફરિયાદ

મહિલાએ વાગડોદ પોલીસ મથકે પતિ સહિત સાસરિયાના સભ્યો સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સરસ્વતીનાવાધીગામે પરણિત મહિલાને તેના પતિ સહિત સાસરીયા રાખડી બાંધવા જવાનું નથી કહિને માર મારીને ગોધી રાખી હતી. સાસરીયાથી ત્રાસથી મહિલાએ પતિ સહિત સાસરીયાના સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી.

સોમવારે રક્ષાબંધન પર્વે સરસ્વતીતાલુકા ના વાધીગામે રહેતી પરણિત મહિલા રંજનબેન અનારજી ઠાકોર તેના પતિ અનારજી કુંવરજી ઠાકોર કહેલ કે તારે તારા ભાઇઓને રાખડી બાંધવા જવાવનું નથી તેમ કહિ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલેલ તે વખતે તેના દિયર લાકડીથી માર મારતા અને બીજા શખ્સો ઉપરાણું લઇને ગડદાપાટુંનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ઘરમાં લઇ જઇ ઘર બંધ કરી નાખી ગોધી રાખી હોવાની મહિલા રંજનબેન અનારજી ઠાકોરે વાગડોદ પોલીસ મથકે પતિ સહિત સાસરિયાના શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

શખ્સો સામે ફરિયાદ

અનારજીકુંવરજી ઠાકોર, શાન્તીજી કુવરજી ઠાકોર, અજીજી કુંવરજી, દુરખાજી શાન્તીજી ઠાકોર, શીવાજી શાન્તીજી ઠાકોર, કાજલબેન શાન્તીજી ઠાકોર રહે. તમામ વાઘી તા.સરરસ્વતી

અન્ય સમાચારો પણ છે...