તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી શરૂ થતાં પ્રાથમિક શાળાઓ સવારની કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનીગરમીની શરૂઆત થતાંની સાથે પાટણ જિલ્લાની 976 પ્રાથમિક શાળાઓનો સમય મંગળવારથી સવારનો કરવામાં આવતાં શિક્ષકો અને છાત્રોમાં અાનંદની લાગણી છવાઇ હતી.

પાટણ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં અત્યાર સુધી બપોરના 11 થી 5 વાગ્યા સુધીનો સમય હતો. પરંતુ હવે ઉનાળાએ પગરણ કરતા ધીમા પગલે ગરમીની પણ શરૂઆત થઇ ગઇ છે. ત્યારે શાળાએ આવતા બાળકોને બપોરના સમયે ગરમીમાં સેકાવું પડે છે તેમજ અંતરિયાળ વિસ્તારોમાં શાળાઓમાં પાણીની સમસ્યાના કારણે છાત્રોને તકલીફ પડતી હોય છે. જેથી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે માટે ઉનાળાની ગરમી શરૂ થતાંની સાથે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓ સવારની કરાઇ છે. માર્ચ માસમાં શાળાઓનો સમય સવારે 7-30 થી 12-30 સુધીનો રહેશે. જ્યારે એપ્રિલ માસમાં સવારે 7 થી 12-30 વાગ્યા સુધીનો સમય રહેશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી. પંડ્યાએ જણાવ્યું હતું.

જિલ્લાની 976 શાળાના સમયમાં ફેરફાર

શાળાનો સમય સવારે 7-30 થી 12-30 કરાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો