તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સમાન કામ સમાન વેતનની માંગ સાથે 280 હંગામી કર્મચારીએ ધરણાં યોજ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાન કામ સમાન વેતનની માંગ સાથે 280 હંગામી કર્મચારીએ ધરણાં યોજ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હંગામી કર્મચારીઓના જણાવ્યા મુજબ, અમો ઘણા સમયથી કરાર આધારિત અને આઉટ સોર્સિંગથી કામ કરીએ છીએ, ત્યારે અમોને સમાન વેતન સમાન નોકરી અને સમાન સિક્યુરિટીનો લાભ મળે તે માટે રાજ્યભરમાં અચોકકસ મુદતની હડતાળ પાડી સરકારને રજૂઆત કરી છે. ત્યારે પાટણમાં પણ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા 280 જેટલા હંગામી કર્મચારીઓઅે ધરણાં માટે મંજૂરી માંગી છે, પરંતુ આપી નથી. એટલે કલેકટર કચેરીથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રખાશે તેવી ચીમકી પણ હંગામી કર્મચારીઓએ આપી હતી. વેતનને લઇ કર્મચારીઓએ શરૂ કરેલું આંદોલન રાજ્યવ્યાપી ગરમાવો પકડી રહ્યું છે.

ધરણાંની મંજૂરી હોઇ પોલીસે ઉઠાડ્યા તો રેલી યોજી પ્રાંતને રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો