તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ચિંતામણી ફલેટથી પિતામ્બર તળાવ સુધી પાઇપલાઇનનું કામ હાથ ધરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંતામણી ફલેટથી પિતામ્બર તળાવ સુધી પાઇપલાઇનનું કામ હાથ ધરાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનગરપાલિકા ધ્વારા ઉનાળાની સિઝનને ધ્યાને રાખી શહેરના ચિંતામણી ફલેટથી પિતામ્બર તળાવ માર્ગ પર યુડીપીની વર્ષ 2014-15 ની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂ.2.80 લાખના ખર્ચે નવીન પાણીની લાઇન નાખવાની કામગીરી મંગળવારથી હાથ ધરાઇ છે.

પાલિકા ધ્વારા નવીન પાણીની પાઇપલાઇન વૃદાવનથી આશિષ સોસાયટી સુધી 120 મીટર લાંબી 8 ની સાઇઝની તેમજ આશિષ સોસાયટીથી પિતાંમ્બર તળાવ માર્ગ પર 300 મીટર લાંબી 6 ની સાઇઝ અને અંદરના ભાગમાં આવતી સોસાયટીમાં 30 મીટર લાંબી 3 ની સાઇઝની પાઇપલાઇન ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગળવારે પાલિકા ધ્વારા શરૂ કરાયેલી નવીન પાઇપ લાઇનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલે કર્યુ હતું. વિસ્તારના લોકોને ઉનાળામાં પાણીની સમસ્થા ઉભી થાય તેવા હેતુથી કામગીરી હાથ ધરાયાનું પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું.

શહેરના ચિંતામણી ફલેટથી પીતાંબર તળાવ સુધી પાણીની નવી પાઇપ લાઇન નાખવાનું કામ શરૂ કરતાં રહીશોમાં આનંદ છવાયો છે.

રહીશોને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં નડે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો