તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ માર્કેટયાર્ડની ચૂંટણીની જાહેરાત 31 મે સુધીમાં કરવા હાઇકોર્ટનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ માર્કેટયાર્ડની ચૂંટણીની જાહેરાત 31 મે સુધીમાં કરવા હાઇકોર્ટનો આદેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણમાંથી વાગડોદ યાર્ડનું વર્ષ 2007માં સરકાર દ્વારા વિભાજન કરાયું હતું. વિભાજનના નિર્ણય સામે હાઇકોર્ટમાં રીટ થયા બાદમાં હાઇકોર્ટના આદેશથી એપીએમસી નિયામકે પાટણ અને વાગડોદ એપીએમસીમાં વહિવટદારની નિમણૂંક કરી હતી. છેલ્લા 10 વર્ષથી માર્કેટયાર્ડમાં વહિવટદાર શાસન ચલાવી રહ્યા હતા. પરંતુ મામલો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે 31 મે સુધીમાં પાટણ માર્કેટયાર્ડની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દેવા માટે સરકારને આદેશ કર્યો છે. ત્યારે સરકાર દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરાઇ છે. તેના ભાગરૂપે સરસ્વતી તાલુકામાંથી પાટણ તાલુકામાં સમાવિષ્ટ 6 ગામો દુધારામપુરા, સુજનીપુર, વડલી, હનુમાનપુરા, ધારણોજ અને ખાનપુરડાને પાટણ માર્કટયાર્ડમાં સમાવેશ કરવા માટે જાહેરનામું બહાર પાડીને એક માસમાં વાંધા સૂચનો મંગાવ્યા છે. આમ, પાટણ માર્કેટયાર્ડના કુલ ગામો નક્કી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે તેવું માર્કેટયાર્ડના વહિવટદાર આર.એ. મકવાણાએ જણાવ્યું હતું.

જ્યારે પાટણમાંથી વાગડોદ વિભાજન કરવું તેવી અપીલ 8 નવેમ્બરના ચુકાદામાં હાઇકોર્ટે કાઢી નાખી હતી. જોકે, વાગડોદની ચૂંટણી અંગે કોઇ આદેશ કરાયો નથી.

સરસ્વતીના 6 ગામોને યાર્ડમાં સમાવાશે, 10 વર્ષથી વહીવટદાર શાસન છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો