• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની સરસ્વતી નદી પર 50 કરોડના ખર્ચે નવીન ફોરલેન બ્રિજ બનાવાશે

પાટણની સરસ્વતી નદી પર 50 કરોડના ખર્ચે નવીન ફોરલેન બ્રિજ બનાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ-ડીસા હાઈવેની સરસ્વતી નદી પર અંદાજે રૂપિયા ૫૦ કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજ બનાવવા માટે સરકારે તાંત્રિક મંજુરી આપી દેતા તંત્ર દ્વારા ડ્રાફ્ટ ટેન્ડર પેપર બનાવવા સહિતની કામગીરી હાથ ધરી દીધી છે. તેવું માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર બી.એમ. ત્રિવેદીએ જણાવ્યું હતું. હાઈવે પર ફોરલેન ઓવર બ્રિજ બનવાથી નદી પાસે ટ્રાફિક સહિતની સમસ્યાઓ હાલ થશે.

પાટણ-ડીસા હાઈવે પર આવેલી સરસ્વતી નદી પર સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે 45 વર્ષ પહેલા પાણી રોકવા માટે ડેમ જેવું સ્ટ્રક્ચર બનાવીને નીચે દરવાજાઓ બનાવેલા છે તેના પર વાહનો અવરજવર કરી શકે તે માટે રોડ બનાવેલો છે હાઇવેના કારણે સતત વાહનોની અવર-જવર રહેતી હોવાથી દરવાજાઓને સર્વિસ સહિતની રિનોવેશન કામગીરી કરવામાં તંત્રને ખૂબ મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ નાનું હોવાથી વાહનોને પણ અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ક્યારેક ટ્રાફિકનો પ્રશ્ન રહેતો હોય છે.

હાલનો સરસ્વતી બ્રિજ 46 વર્ષ જૂનો છે
સરસ્વતી નદી પર હાલના સરસ્વતી જળાશય યોજનાના બ્રિજનની કામગીરી 1965 શરૂ થઇ હતી. અને 1972 પુરૂ થઇ હતી. જળાશય સહિત 154.95 લાખનો ખર્ચ થયો હતો. તેની લંબાઇ 975 ફુટ પહોળાઇ 22 ફુટ છે.

બાજુમાં જ નવો બ્રીજ બનશે

સરસ્વતી નદી પર હાલ જે ડેમ જેવું સ્ટ્રક્ચર છે તે જે તે સ્થળે જ રહેશે પરંતુ તેની નજીકમાં નવીન ફોરલેન ઓવર બ્રિજ પસાર થશે.

અન્ય સમાચારો પણ છે...