• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ક્લીન ગ્રીન હેલ્ધિનેશન વિષય પર વર્કશોપ

પાટણમાં ક્લીન ગ્રીન હેલ્ધિનેશન વિષય પર વર્કશોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : આદર્શ હાઇસ્કૂલ સ્થિત પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અંતર્ગત ટીચર ટ્રેનિંગ વર્કશોપ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફોર ક્લીન ગ્રીન એન્ડ હેલ્ધિનેશન વિષય ઉપર રાખ્યો હતો. જેમાં જિલ્લાની ૬૪ શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એસ.કે.વ્યાસ , નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર ગાંધીનગરના કો-ઓર્ડીનેટર અનિલભાઈ પટેલ, અખિલ આંજણા કેળવણી મંડળ પાટણના પ્રમુખ ભલેન્દ્રભાઈ ચૌધરી, એનસીએસસી જિલ્લા એકેડેમિક કો-ઓર્ડીનેટર રાજગોપાલ મહારાજા ઉપસ્થિત રહ્યા. તજજ્ઞ અનિલભાઈ પટેલે ફોકલ થીમના પેટા વિભાગો, ઇકો સીસ્ટમ, આરોગ્ય સ્વાસ્થ્ય શાસ્ત્ર અને સ્વચ્છતા, સમાજ સંસ્કૃતિ અને આજીવિકા અને પરંપરાગત જ્ઞાન પ્રણાલી એમ પાંચ વિભાગોનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી. રાજગોપાલ મહારાજાઅે પ્રોજેક્ટનું માળખું અને તેનું ગુણાંકન વિષે માહિતી આપી. વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર વિરમભાઇ તથા સાયન્સ કોમ્યુનીકેટર દર્શનભાઈ અને નિકુલભાઇએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...