• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ઈજાગ્રસ્તને લેવા ગયેલી 108ને ટ્રેલરે ટક્કર મારતાં બેનાં મોત

ઈજાગ્રસ્તને લેવા ગયેલી 108ને ટ્રેલરે ટક્કર મારતાં બેનાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાધનપુરથી થરા હાઈવે પર ભાડિયા ગામ નજીક ઇજાગ્રસ્ત બાઈકચાલકને લેવા માટે 108 ઈમરજન્સી વાનના કર્મચારીઓ ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સમાં ચડાવી રહ્યા હતા ત્યારે પાલનપુર તરફથી પુરઝડપે આવી રહેલ ટ્રેલરે એમ્બ્યુલન્સ વાનને ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 108ના કર્મચારી અને સેવામાં પોતાના વાહનો ઉભા રાખીને કામે લાગેલા રાહદારીઓ પૈકી 6 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં એક ઇજાગ્રસ્તનું હારિજ પહોંચતા મોત થયું હતું જ્યારે બીજાનું મહેસાણા નજીક જતા મૃત્યુ થયું હતું.

રાધનપુર 108ને ભાડીયા નજીક બાઇક ચાલકને અકસ્માત થયાની વરધી મળતા જેને લેવા માટે ગાડી સ્થળે પહોંચી જ્યારે રાત્રે સાડા 8 કલાકના સુમારે પાલનપુર તરફથી આવી રહેલ ટ્રેેલર gj 12 એ.યુ 8433ના ચાલકે 108ને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બાઈકચાલકને વાનમાં ચડાવી રહેલા માણસો રસ્તાની બાજુમાં ફેકાઈ ગયા હતા. આ ઘટનામાં મદદમાં લાગેલા વીસાભાઈ ચૌધરીને મહેસાણા લઈ જતા રસ્તામાં મોત થયું હતું. જ્યારે ઘટનાસ્થળે ગાડીમાંથી ઉતરીને મદદમાં લાગેલા અમદાવાદના ઘાટલોડીયાના સમીરભાઈ નાયીને ગંભીર ઇજા હોઈ પાટણ લઈ જવાતા રસ્તામાં હારીજ પાસે મોત થયું હતું. આ ઘટનામાં 108ના ઇએમટી દેસાઈ વેલાભાઈ અને પાયલટ જયેશદાન ગઢવી અને રતનપુરા તાલુકો રાધનપુરના ચૌધરી લક્ષ્મણભાઈ કરશનભાઈ, કિર્તીભાઇ પ્રજાપતિ, ઈજાઓ થવા પામી હતી. રાધનપુર શ્રીરામ સમિતીના હરેશભાઈ ઠક્કર સહિત અન્ય સેવાભાવી કાર્યકરો દોડી ગયા હતા.

ભાસ્કર લેટનાઇટ
@09-15
અન્ય સમાચારો પણ છે...