સરસ્વતી તાલુકા મથકે સ્તનપાન સપ્તાહની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : સરસ્વતી તાલુકા મથકે સંકલિત બાળ વિકાસ યોજના તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી સ્તનપાનનું મહત્વ તેમજ મહિલા નેતૃત્વ દિવસ અંતર્ગત મહિલાઓની વિવિધ યોજનાઓની માહિતી આપવા સારૂં સંવેદનશીલતા કાર્યશાળા રાખેલ. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ જશીબેન સોલંકી, મામલતદાર એમ.કે.ભીલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડી.એલ.એમ. રમેશભાઇ પટેલ, રાકેશભાઇ, યોગેશભાઇ, મુખ્ય સેવિકા બહેનો, ચંપાબેન, લક્ષ્મીબેન, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. સીડીપીઓ કૈલાસબેન પટેલે મહિલાઓને સ્તનપાનનું મહત્વ તેમજ મહિલા સશક્તિકરણ તેમજ કુપોષણ વિશે જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...