• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુરમાં બળવંતસિંહના વિરોધમાં કોંગ્રેસની રેલી

સિદ્ધપુરમાં બળવંતસિંહના વિરોધમાં કોંગ્રેસની રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ભાજપનો ખેસ ધારણ કરી કેસરીયા કરનાર સિધ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના વિરોધમાં શનિવારના રોજ સિધ્ધપુર ખાતે કોંગ્રેસે ભારે ઉહાપોહ જગાવ્યો હતો. પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની આગેવાનીમાં રેલી, સભા અને પુતળાદહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આગામી બે દિવસ પછી બીજા કાર્યક્રમો કરવાનું જાહેર કર્યું હતું.નોંધનીય છે કે સભામાં શહેર તાલુકાના કોંગ્રેસના દિગ્ગજો હાજર રહ્યા હોતા.

સિદ્ધપુર વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા સર્કીટ હાઉસથી જુની મામલતદાર કચેરી સુધી આયોજીત રેલીમાં પ્રદેશ અગ્રણી અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇ દેસાઇ, સ્થાનિક અગ્રણી અભેસિંહ ઠાકોર, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવિક રામી, તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, પાટણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વીન પટેલ, પાટણ પાલીકા પક્ષના નેતા મહેન્દ્રભાઇ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા. રેલીના મધ્યમાર્ગે જગદીશ ઠાકોર સહીતના નેતાઓ રસ્તા વચ્ચે બેસીને સુત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...