• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગીતાંજલી છાપરા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતાં રોગચાળાની દહેશત

ગીતાંજલી છાપરા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાતાં રોગચાળાની દહેશત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના ગીતાંજલી છાપરા વિસ્તારમાં વરસાદ પછી ભારે ગંદકી થતાં રોગચાળો ફેલાવાની સ્થિતી સર્જાઇ છે પણ કોઇ દરકાર લેવાતાં લોકોમાં રોષ ફેલાયો છે.

વિસ્તારના રહીશ રમેશજી ઠાકોરે જણાવ્યુ઼ કે છેલ્લા અઠવાડીયાથી મુશળધાર વરસાદ પડી રહ્યો હોવા છતાં પાલીકા તંત્ર કે પછી કોર્પોરેટરો અમારી ખબર પૂછવા પણ આવ્યા નથી. બે દિવસથી વરસાદ બંધ થયો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં ગંદકીની સમસ્યા છે. ભુગર્ભ ગટર લાઇન ચોકઅપ થઇ જવા પામી છે.

દૂષિત પાણી ફરી વળ્યા છે. પાલીકામા઼ રજુઆતો કરવા છતાં કોઇ ફરક્યુ પણ નથી કે કોઇ કામગીરી પણ હાથ ધરાઇ નથી. સ્ટ્રીટ લાઇટો પણ બંધ પડી હોઇ અંધાર પટ અને ગંદકી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...