તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શહેરી અને ઓજી વિસ્તારના વિકાસ કામોને સર્વાનુમત્તે બહાલી

શહેરી અને ઓજી વિસ્તારના વિકાસ કામોને સર્વાનુમત્તે બહાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનગરપાલિકા દ્વારા શહેરી અને ઓજી વિસ્તારના વિકાસ કામોને બહાલી આપવા શુક્રવારે સવારે પાલિકાના સભાખંડ ખાતે કારોબારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેના વિકાસ કાર્યો બાબતે વિચાર વિર્મશ કરાયો હતો.

કારોબારી સમિતિની બેઠકમાં પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા રામનગર માતરવાડી, હાંસાપુર, માખણીયાના ઓજી વિસ્તારની સફાઇ કામગીરી અર્થે આઉટ સોર્સિંગથી 45 જેટલા સફાઇ કામદારો રાખવા રૂ.1.50 કરોડની ગ્રાન્ટમાંથી શહેરના મહોલ્લ પોળો અને સોસાયટી વિસ્તાર સહિત ઓજી વિસ્તારમાં પેચવર્ક, આરસીસી માર્ગો સહિતના કામો રૂ.76 લાખના ખર્ચે શહેરના બાકી વિસ્તારો અને ઓજી વિસ્તારમાં એસઇડીસ્ટ્રીટ લાઇટના કામો તેમજ પાલિકાના સફાઇ કામદારો માટેના ગણવેશ સ્વેટર ખરીદી ના કામો સહિત વિકાસકામો બાબતે વિચાર વિર્મશ કરી બહાલી આપવામાં આવી હતી. બહાલી અપાયેલા કામો આગામી સામાન્ય સભામાં રજૂ કરાશે.

જો કે કારોબારી ચેરમેન મુકેશ પટેલ સામે થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે સાંજે મળનારી સામાન્ય સભાને ધ્યાને રાખી પોતાનું ચેરમેન પદ બચાવવા બેઠક બોલાવાઇ હોવાનું ચર્ચાતું સાંભળવા મળ્યું હતું.

પાટણ નગરપાલિકામાં કારોબારી સમિતિની બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...