• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • GSTમાં 1089 એકમોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન 275માં ક્વેરી આવી

GSTમાં 1089 એકમોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન 275માં ક્વેરી આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લાને આવરી લેતા મહેસાણા નાયબ રાજ્યકર કમિશનર વર્તુળ વિસ્તારમાં 1 જુલાઇ પછી જીએસટી રજીસ્ટ્રેશનમાં ઓનલાઇન 1845 અરજી પૈકી 1089 મંજૂર થઇ છે, જ્યારે 44 નામંજૂર થઇ છે. 328 ડીમ રજીસ્ટ્રેશનથી નિકાલ થયો છે. જ્યારે 257 કેસમાં ક્વેરી આવતાં સુધારણાની પ્રક્રિયામાં છે. ાયબ રાજ્યકર કમિશનર પી.જે. વાળાએ જણાવ્યું કે, અરજી મુજબ દસ્તાવેજ હોય, આધાર અને પાનકાર્ડના નામમાં ફેર આવતો હોય, ભાડાકરારમાં વેરા પાવતી અપલોડ કરી હોય વગેરે ક્વેરીમાં સુધારણા સુચવાય છે અને 7 દિવસમાં સુધારણા થઇને આવે એટલે ત્વરીત રજીસ્ટ્રેશન કરી દેવાય છે. કોઇ ક્વેરી હોય તો 3 દિવસમાં નોંધણી થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...