• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |18 ઓગસ્ટથી 25મી ઓગસ્ટ સુધી જૈન સમાજના પવિત્ર પર્વ

પાટણ |18 ઓગસ્ટથી 25મી ઓગસ્ટ સુધી જૈન સમાજના પવિત્ર પર્વ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |18 ઓગસ્ટથી 25મી ઓગસ્ટ સુધી જૈન સમાજના પવિત્ર પર્વ પર્યુષણના પર્વમાં શહેરમાં ચાલતા કતલખાના તથા માંસ, મચ્છી,ઇંડા,મટનની લારીઓ સહિત નોનવેજ હોટલો બંધ રાખવા સોમવારે પાટણ પાંજરાપોળ, પંચાસરા પાર્શ્વનાથજી દેરાસર, નગીનભાઇ પૌષધશાળા, જૈન જાગૃતિ સેન્ટર સહિતની સંસ્થાના આગેવાનો જે.પી.શાહ,બંટીશાહ,મહેન્દ્રભાઇ શાહ,નરેશભાઇ શાહ, રોહીતભાઇ શાહ, લલીતભાઇ શાહ, વિજયભાઇ શાહ સહિત જૈન સમાજના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપી કતલખાના બંધ રાખવા માટે રજૂઆત કરી હતી.

પર્યુષણમાં કતલખાનાં બંધ રાખવા પાટણ જૈન સંસ્થાઓની રજૂઆત

અન્ય સમાચારો પણ છે...