તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાટસણ ચોકડી બસ સ્ટેશન પર સર્કલ બનાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ-ડીસાહાઇવે રોડ પર આવેલ ભાટસણ ખાતેથી સમૌ શિહોરી-વાહણા ઉંટવાડી ગઢ રોડ પસાર થાય છે. જેથી ભાટસણ બસ સ્ટેશનમાં સવારથી સાંજ સુધી સરકારી બસો, પ્રાઇવેટ સાધનોમાં મુસાફર જનતા રોજીંદી 40 ગામની પ્રજા અહીથી અવર જવર કરે છે.

તેમાં ભાટસણ ચોકડી બસ સ્ટેશને સર્કલ બનાવવા સમસ્ત ભાટસણ ગ્રામજનો ધ્વારા માંગ ઉઠવા પામી છે. ઉપરાંત પાટણ જિલ્લાની હદમાં સાડા 6 કીલો મીટરનો ભાટસણ થી સમૌ વાહણા ઉંટવાડાની હદ સુધીનો રોડ મરામત કરાયો છે. જેથી વાહનનો ધસારો વધી જવા પામ્યો છે. તેથી વહેલી તકે ભાટસણ બસ સ્ટેશનઆગળ સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...