તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જિલ્લામાં 28,650 ઉમેદવારો આજે તલાટીની પરીક્ષા આપશે

જિલ્લામાં 28,650 ઉમેદવારો આજે તલાટીની પરીક્ષા આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાંમહેસૂલી તલાટીની જગ્યાઓ માટે રવિવારે ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોનાર છે. જેમાં પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓ સહિત 12 સેન્ટરના 72 શાળા-કોલેજ કેન્દ્રમાં કુલ 28,650 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. જેમાં સૌથી વધુ પાટણ પંથકના 36 કેન્દ્રોનો સમાવેશ થાય છે. ખાસ કરીને 23 કેન્દ્રોમાં સી.સી ટીવી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં વધારાના તકેદારી અધિકારીને પરીક્ષા પર દેખરેખ માટે મૂકવામાં આવશે.તલાટીની પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યા વધુ હોઇ તંત્ર દ્વારા ગ્રામિણ શાળાઓને પણ પરીક્ષા માટે લેવામાં અાવ્યા છે. પાટણ જિલ્લાના તાલુકા, શહેર મથકો સહિત ગ્રામ્ય માધ્યમિક શાળાઓને આવરી લઇને કુલ 72 શાળાકેન્દ્રોના ...અનુસંધાનપાન 8

955બ્લોકમાં ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશેે. પરીક્ષાના ચીફઓર્ડિનેટર નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે, કોઓર્ડીેનટર ડી.ઓ એસ.કે.વ્યાસ,નાયબ કોઓર્ડીનેટર બી.ટી પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ શનિવારે પરીક્ષ વ્યવસ્થામાં કાર્યરત રહ્યા હતા. શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, દરેક પરીક્ષાસ્થળે એક એક કેન્દ્ર સંચાલક, મંડળ પ્રતિનિધી અને તકેદારી અધિકારી તેમજ બ્લોકદિઠ ખંડ નિરીક્ષક, ત્રણ-ચાર બ્લોકે એક સુપરવાઇઝર રહેશે. જ્યારે જે સેન્ટરમાં સી.સી કેમેરા નથી એવા 23 જેેટલા કેન્દ્રોમાં વધારાના એક તકેદારી અધિકારી મૂકવામાં આવ્યા છે.આ ઉપરાંત ગૌણસેવા પંસદગી મંડળમાંથી પરીક્ષા દરમ્યાન ફ્લાઇગ સ્કવોર્ડ વિવિધ કેન્દ્રોની મુલાકાત લેશે.પરીક્ષાના 21રૂટમાં સુપરવાઇઝર,કલાર્ક મારફતે સાહિત્ય પહોચાડવાની વ્યવસ્થા કરાઇ છે.

કયા સેન્ટરમાં સી.સી કેમરા વગર પરીક્ષા લેવાશે:

વારાહીના ત્રણ,હારીજના ચાર,સમીના બે,ચાણસ્માના એક,સિધ્ધપુરના એક,ગણેશપુરાના એક,પાટણ સાતશાળા-કોલેજમાં સી.સી ટી.વીની સુવિધા હોઇ ખાસ તકેદારી અધિકારીની નજર રહેશે.કોઇટ શાળાના 34બ્લોક પૈકી 5બ્લોકમાં સી.સી કેમેરાની સુવીધા નથી.પાટણ પંથકમાં કતપૂર કોલેજ, એમ.એન યુનિટ-1,બી.એમ.પ્રા.શાળાગુરુકુલઅરવીદ.જીવાભાઇ પ્રા.શાળા,એસ.એમ.દેસાઇ ગોપાલક માતરવાડી,નીમાહાઇસ્કુલમાં સી.સી કેમેરા હોવાથી વધુ એક એક તકેદારી અધીકારી રહેશે તેમ શિક્ષણાધીકારી કચેરીના સુત્રોએ જણાવ્યુ હતુું.

અન્ય સમાચારો પણ છે...