તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ જિલ્લામાં કૃષિ વીજ જોડાણની 2,492 અરજી પેન્ડિંગ

પાટણ જિલ્લામાં કૃષિ વીજ જોડાણની 2,492 અરજી પેન્ડિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લામાં કૃષિ વિજ જોડાણો માટેની 2,492 અરજીઓ 31 જાન્યુઆરી 2015ની સ્થિતિએ પેન્ડિંગ રહેવા પામી છે. જેમાં નોંધણીના અગ્રતાક્રમે જોડાણ આપવામાં આપવામાં આવશે.

સિદ્ધપુરના ધારાસભ્ય બળવતસિહ રાજપૂતે જણાવ્યુ હતું કે, 2015 જાન્યુઆરીની સ્થિતિએ જિલ્લામાં ઘણી કૃષિ વિજ જોડાણની અરજીઓ પેન્ડિંગ રહેવા પામી છે. જેમાં સૌથી વધુ સિધ્ધપુરમાં 570, રાધનપુરમાં 453, હારિજમાં 385, પાટણમાં 302, સરસ્વતીમાં 292, સમીમાં 175 અને શંખેશ્વરમાં 100 જીવજોડાણની અરજીઓ પડતર હોવાનું ઉર્જામંત્રીને પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં વિગતો મળી હતી.

ખેડૂતોના કૃષિ વિજજોડાણોની અરજીઓ પડતર રહેવા અંગે જરૂરીયાત નવી માળખાગત સુવિધાઓ, વીજ વિતરણ વ્યવસ્થા અને વીજતંત્ર પર બોજો પડનાર છે એટલે પડતર અરજીઓનો નિકાલ ઝડપથી કરવામાં આવશે તેમ ઉર્જા વિભાગ જણાવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...