તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સસ્તા ભાવે સોનાના બિસ્કીટ લેવા આવેલ પાટણના વેપારીના ~ 50 લાખ લૂંટી લીધા

સસ્તા ભાવે સોનાના બિસ્કીટ લેવા આવેલ પાટણના વેપારીના ~ 50 લાખ લૂંટી લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીજનતા હોસ્પિટલ પાસે ખૂશ્બુ ફ્લેટમાં રહેતા અને જયવીર સ્ટિલ કોર્પોરેશન નામે દુકાન ચલાવતા વેપારી મનન નરેશકુમાર શાહને છેલ્લા સાતેક વર્ષથી કલાનગરમાં રહેતા મેહુલ સોની અને તેના પિતા અનિલભાઇ સોની સાથે પરિચય છે. જેથી તેઓની પાટણ હિંગળાચાચરમાં ભાગીદારીમાં સોનાચાદીનો શો-રૂમ બનાવવાનો હતો. જેને કારણે તેઓ વચ્ચે અવારનવાર ધંધાર્થે વાતચીત થતી હતી. અઠવાડીયા અગાઉ મેહુલ સોનીએ વેપારી મનનભાઇને વાત કરી હતી કે તે અને તેના પિતા ભૂજ ગયા હતા તે વખતે તેઓને સોનાના સસ્તા બિસ્કીટ ખરીદવા બાબતે એક વ્યક્તિ સાથે વાતચીત થઇ હતી અને તે વ્યક્તિનો તેમના પર ફોન આવ્યો હતો કે દાણો જોઇતો હોય તો બજાર કરતા સસ્તા ભાવે આપવા માટે પાટણ આવીએ તેવી વાત કરેલી છે તો આપણે લઇ લઇએ. જેથી મનન શાહે હા પાડતા મેહુલે ફોન કરીને શખ્સોને પાટણ તેમની દુકાને ગત 20 ફેબ્રુઆરીના બોલાવતા ત્રણ શખ્સો આવી સોનાનું એક બિસ્કીટ સેમ્પલ તરીકે આપી ગયા હતા. બાદમાં મનનભાઇએ મનનભાઇએ સોના પેટે રૂા.2.72 લાખનું પી.એમ આંગડીયામાં સાંણદ ખાતે હવાલો પડાવ્યો હતો. ત્રણ દિવસ પછી ટોળકી પાસેથી વેપારીએ ફરી 14 બિસ્કીટ 40 લાખમાં લીધા હતા.

24મી ફેબ્રુઆરીએ ફરી 80 જેટલા બિસ્કીટ રૂપિયા 90 લાખમાં લેવાના હોવાથી ત્રણેય જણા ગાર્ડન હોટલ આવ્યા હતા.વર્ના કારમાં આવેલા ત્રણ શખસોએ બિસ્કીટ બતાવતા 90 લાખમાં લેવાનું નક્કી કરાયું હતું.

વેપારી મનનભાઇ અનિલભાઇ ઘરે પડેલા રૂ. 50 લાખ લઇને ગાર્ડન હોટલ આવતા તે શખ્સોએ અનિલભાઇને કહેલ કે ચાલો તમારી વસ્તુ તમને આપી દઉં તેમ કહી વર્ના ગાડીમાં બેસાડી દીધા હતા. તે ગાડીમાં બીજા બે શખ્સો હતા અને બીજી વર્ના ગાડીમાં વેપારી મનનભાઇ અને તે ટોળકીના બીજા બે શખ્સો બેસી ગયા હતા. મેહુલ સોની તેની ઇઓન ગાડી લઇને પાછળ આવતો હતો તે દરમ્યાન મેમદપુર પાટીયા નજીક મેહુલે મનનભાઇ બેઠા હતા તે વર્ના ગાડી આગળ તેની ગાડી લાવીને ...અનુસંધાનપાન 8

સસ્તા ભાવે

ઉભીકરી દીધી હતી. તે મેહુલે મનનભાઇને કહેલ કે લોકો કઇ ગેમ રમે છે તું ઉતરી જા મનનભાઇ ઉતરીને ગાડીમાં મુકેલ 50 લાખ ભરેલો થેલો લેવા જતા ગાડીમાં બેઠેલા એક શખ્સે તેમને રીવોલ્વર બતાવી થેલાને અડીશ તો ભડાકે દેવાની ધમકી આપતા તેમણે પૈસા ભરેલો થેલો મુકી દીધો હતો. તે વખતે મનનભાઇ ગાડીમાંથી બહાર નીકળતા હતા ત્યારે એક બલેનો ગાડીમાં બેઠેલા શખ્સે આવીને તેમણે ધોકા વડે માર પીટ કરી હતી. બાદમાં તેઓ ગાડીઓ લઇ નાશી ગયા હતા. બાદમાં અનિલભાઇનો મેહુલ પર ફોન આવ્યો હતો તેઓને શખ્સોએ ચાણસ્મા ઉતારી દિધા છે. મામલામાં મનનભાઇ શાહે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...