તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ચાણસ્માના તળાવના બ્યુટીફીકેશન માટે ~ 1.50 કરોડની જોગવાઇ

ચાણસ્માના તળાવના બ્યુટીફીકેશન માટે ~ 1.50 કરોડની જોગવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્માનગરપાલિકા દ્વારા આગામી વર્ષ દરમ્યાન તળાવ બ્યુટીફીકેશન પાછળ રૂા.1.50કરોડ ખર્ચની જોગવાઇ સહિત વિવિધ વિકાસ કામોના આયોજન સાથે કુલ રૂા.11.09 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

પાલિકાના સભા હોલ ખાતે મળેલ બેઠકમાં બજેટ અંગે ચર્ચા કરીને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું. જયારે શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઇન અને પીવાના પાણીની પાઇપલાઇન નાંખતા રોડ તૂટી ગયા છે ત્યારબાદ પવનની થપાટોમાં આવા રસ્તાઓમાં ધુળ ઉડતી હોવાથી તેના ઉપર પાણીનો છંટકાવ કરવા પાલિકાના નગરસેવકોએ રજુઆતો કરી હતી.

સામાન્ય સભામાં વર્ષ 2015-16નું સુધારેલ બજેટ તેમજ વર્ષ 2016-17ના વર્ષના અંદાજીત બજેટની ચર્ચા કર્યા બાદ સર્વાનુમને પસાર કરવામાં આવ્યુ હતું. જેમાં વર્ષ 2016-17માં આવક-જાવકના અંદાજો સાથે કુલ રૂા.111930602નું બજેટ પસાર કરવામાં આવ્યુ હતું.જેમાં ખાસકરીને આગામી વર્ષ ના આયોજનોમાં સ્ટેન્ડપોસ્ટ, પે અન્ડ યુઝ શૌચાલયો, પાકા રસ્તા, આંગવાડી સહીતના વિકાસ કામોને આવરી લેવામાં આવ્યા હોવાનું પાલીકા પ્રમુખ કલ્પેશ પરમારે જણાવ્યુ હતું.અત્રેની બેઠકમાં ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ, ચીફઓફીસર તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...