તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસમાં મહિલાની છેડતી કરતા 4 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણથીઅમદાવાદ જઇ રહેલી એસ.ટી.બસમાં એક મહિલાને રાજપુર નજીક બહુચરાજી તાલુકાના કાલરી ગામના ધર્મેન્દ્રસિંહ કીર્તિસિંહ સોલંકી, કરણસિંહ સોલંકી, રાજદીપ સોલંકી, સિધ્ધરાજ સોલંકીએ છેડતીનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાને ધમેન્દ્રસિંહ કહેવા લાગેલ કે અમો કાલરીના દરબારો છીએ અમારૂ રાજ ચાલે છે. તેમ કહીને ઉશ્કેરાઇ જઇ મહિલા સાથે મારામારી કરતા હતા. તેના પતિ વચ્ચે પડતાં તેઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મામલે મહિલાએ ચાર શખ્સો વિરુદ્ધ પાટણ તાલુકા મથકે ફરિયાદ નોંધાવી હતી .

અન્ય સમાચારો પણ છે...