તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્મા કોલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા કોલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઇ

પાટણ |ચાણસ્મા આર્ટસ અને કોમર્સ કોલેજમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા.ડી.ડી.પટેલે કહ્યું કે માતૃભાષા અને અંગ્રેજી : શું પહેલા શું પછી અત્ર-તત્ર-સર્વત્ર… ગુજરાતમાં સમગ્ર ભારતમાં એક જબરજસ્ત ઘેલછા પ્રવર્તે છે. માતૃભાષા સબંધી ભ્રમો દૂર થાય એના પ્રત્યે પ્રેમ વધે અને શુદ્વ બોલવા, લખવા, સમજવાનો આગ્રહ શરૂ થાય માતૃભાષા દિવસની ઉજવણીનો ઉદેશ છે. પ્રસંગે ર્ડા.એસ.એ.પટેલ, પ્રા.વી.એસ.રાજે, કોલેજના આચાર્ય ર્ડા.વી.સી.પટેલે અને પ્રા.ડી.એલ.ભાવસાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...