• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ધ્વનિ સંગીત પરિવાર દ્વારા રિમઝિમ મલ્હાર કાર્યક્રમ યોજાયો

પાટણમાં ધ્વનિ સંગીત પરિવાર દ્વારા રિમઝિમ મલ્હાર કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના ધ્વનિ સંગીત પરિવાર દ્વારા રિમઝિમ મલ્હાર કાર્યક્રમ યુનિવર્સિટી રંગભવન ખાતે રવિવારે રાત્રે યોજાયો હતો. જેમાં શહેરના વિવિધ કલાકારો દ્વારા વરસાદને લગતા વિવિધ ગીતો રજૂ કરીને શ્રોતાઓને પ્રસન્ન કર્યા હતા. સંગીત પરિવારના પ્રમુખ સમ્યક પારેખ અને ધ્વનિ વૃંદ દ્વારા રાગ સૂરમલ્હાર પર આધારિત મલ્હાર ફ્યુઝનથી રજૂ કરાઇ . પાટણની સ્વર કિન્નરી કુ.શ્રુતિ ત્રિવેદી અને કુ.પૂજા બારોટ દ્વારા કાહે તરસાયે શાસ્ત્રીય ગાન રજુ કર્યા હતા.પલક પારેખ, ભૂમિ ઠક્કર, પ્રીન્સી સોની લીટલ માસ્ટર્સ,નીરવ ગાંધી, સાગર સલાટ, મનમોહન જાદવ, વિજય સોલંકી, રુચિત પંચાલ કુ.ખ્યાતી ભાવસાર, કુ.વૈશાલી સિંધવ, કુ.આશના પાલકર , કુ.અમી રામી ,કુ.દીપા ઠાકોર કુ.વૈદેહી ઠક્કર વગેરે કલાકારો દ્વારા વરસાદને લગતા ગીતો રજુ કર્યા વિજય ભાવસાર, નીરવ ગાંધી અને પાર્થ જોષીએ સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...