• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણના રણકાંઠાના 12 જેટલા ગામો હજુ બનાસ નદીના

પાટણ | પાટણના રણકાંઠાના 12 જેટલા ગામો હજુ બનાસ નદીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણના રણકાંઠાના 12 જેટલા ગામો હજુ બનાસ નદીના પૂરના પાણીથી ઘેરાયેલા હોવાથી શનિવારે પણ હેલીકોપ્ટર અને અેનડીઅારઅેફ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખી 215 લોકોને પૂરમાંથી બચાવી લેવાયા હતા. અંતરીયાળ વિસ્તારોમાં હજુ પણ વાહનો મારફતે જઇ શકાતું નથી . તેથી બોટ અને હેલિકોપ્ટરથી ફૂડપેકેટ અપાઇ રહ્યા છે. શનિવારે 2 મોત સાથે કુલ 8 મોત થયા. જ્યારે વધુ 155 પશુના મોત થયા હતા. શનિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહનસિંહે પાટણની મુલાકાત લીધી હતી .જેઓએ તત્કાળ સહાય આપવા અને નુકશાન સર્વે કરવા સૂચના આપી હતી. તેઓ સમક્ષ જિલ્લામાં 1.59 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીપાકો અસરગ્રસ્ત થયાનો અહેવાલ રજૂ કરાયો હતો. જ્યારે અન્ય નુકશાની માટે સર્વે કામગીરી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...