તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • શોચાલયો અને સીસીરોડના કામો બરાબર થયાનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોચાલયો અને સીસીરોડના કામો બરાબર થયાનો આક્ષેપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણતાલુકા પંચાયતની સામાન્યસભા શનિવારે કચેરીના સભાખંડમા઼ મળી હતી જેમાં આગામી વર્ષનું રૂ.7.43 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાયું હતું.

પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ સેજલેબેન અલકેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને સામાન્યસભા મળી હતી જેમાં સભ્યો અને અધીકારીઓ હાજર રહ્યા હતા. પ્રમુખે જણાવ્યું કે વર્ષ દરમ્યાન હાથ પર રૂ.1.20 અબજ જમા થશે સામે 1.17 અબજના કામોનું આયોજન કરાયું છે. જેમાં સ્ટેમ્પ ડયૂટી,રેતીની રોયલ્ટી, જમીન મહેસુલઆવક, તેમજ સરકારની યોજનાઓની આવક થશે. જેમાંથી જરુરીયાત મુજબ ગ્રામકક્ષાએ પ્રાથમીક સગવડો કરાશે.તાલુકા પંચાયત કચેરી માટે નવીન ફર્નીચર માટે રૂ.1.5 લાખ અને નવીન ગાડી ખરીદ કરવા માટે રૂ.10 લાખ ફાળવવાનો નીર્ણય કરાયો હતો.

પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, હીસાબનીશ સી.એમ.ગામેતી વગરે હાજર રહ્યા હતા. ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે ગરીબ કલ્યાણ મેળામાં અપાતા ચેક અને પ્લોટ માત્ર દેખાવ પુરતા હોય છે.ભરતભાઇ પટેલે સીસીરોડ માટે ગ્રાન્ટ વધારે અાપવા માંગ કરી હતી. ચતુરભાઇ પરમારે સંખારીમાં કેટલાકે બે બે વખત શૌચાલયના લાભ લીધા છે અને કેટલાયને લાભ મળ્યો નથી તેવું જણાવતા઼ ટીડીઓએ હજુ ચુકવણું થયું નથી તે અંગે તપાસ કરાવાશે તેમ કહયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો