તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ જિલ્લામાં જૂન 2018 થી કેન્દ્રીય વિદ્યાલય શરૂ થઇ જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લામાં જૂન 2018 થી કેન્દ્રીય વિદ્યાલય શરૂ થઇ જશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંદિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં પાટણ ખાતે કેન્દ્રીય વિધાલય સ્થાપવા માટે મંજૂરી આપવામાં આવી છે અને તેના માટે બજેટમાંથી ફંડની જોગવાઇ કરવા પણ મહોર મારવામાં આવી છે.પાટણ અને સરસ્વતી તાલુકાને જોડાતા સમાલપાટી વિસ્તારમાં વિધાલય આકાર પામશે. જુન 2018થી નવી વિધાલયનું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.આ સમયે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલમાં શૈક્ષણિક કાર્ય શરુ કરાશે.

પાટણમાં કેન્દ્રીય વિધાલય બને તે માટે રાજ્યસભા સાંસદ દિલીપભાઇ પંડ્યાએ કેન્દ્ર સરકારમાં વારંવાર રજુઆતો ચાલુ રાખી હતી જે ફળદાયી બની છે.14 માર્ચ 2017નારોજ મળેલ કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં પાટણ ખાતે ધોરણ 1 થી 12 સુધીની અંગ્રેજી માધ્યમની સીબીએસસી સાથે સંલગ્ન વિધાલય શરુ કરવા લીલીઝંડી આપવામાં આવી હતી. અંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરે પણ જાહેરાત કરી છે.

સાંસદ દિલીપભાઇ પંડ્યાએ અત્રે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતુંકે વિધાલય માટે સમાલપાટી વિસ્તારમાં 10 એકર જમીન ફાળવાઇ છે. માટે 2014થી પ્રયાસો ચાલી રહયા હતા. તે વખતના શિક્ષણમંત્રી સ્મૃતિ ઇરાની અને કેન્દ્રીય વિધાલયના કમીશ્નર સમક્ષ પણ રજુઆતો થઇ હતી જેના પગલે પાટણ અને ગાંધીનગર અધિકારીઓ દ્વારા જમીન નીરીક્ષણ કરાયું હતું.

પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ, પૂર્વ પાલીકા પ્રમુખ હેમંત તન્ના, નંદાજી ઠાકોર, યતીન ગાંધી, દેવજીભાઇ પરમાર , મહાસુખભાઇ મોદી, ઉર્વેશ પંડ્યા વગરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો