તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 4 પરીક્ષાર્થીઓ કાપલી કરતાં પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણમાં 2, શંખેશ્વર, હારીજમાં એક અેક કોપી કેસ

સતત ચોથા દિવસે ચોરી કરવાની વૃત્તિ બળવતર રહી

પાટણજિલ્લામાં ચાલતી બોર્ડની પરીક્ષામાં શનીવારે ચોથો દિવસે પણ ધોરણ 12ના ભૂગોળના પેપરમાં ગેરરીતીના પ્રયાસ થતાં 4 કોપી કેસ કરાયા હતા.જેમાં 2 કેસ પાટણ અને શંખેશ્વર હારીજમાં એક અેક કોપી કેસ થયા હતા. સીસીકેમેરા અમલમાં આવતા કેસો ધ્યાને આવવા લાગ્યા છે.

શનીવારે લેવાયેલ સેક્રટરીયલ પ્રેક્ટીસઅને ભૂગોળના પેપરો સરળ નીકળતા઼ મોટાભાગના પરીક્ષાર્થીઓએ સમયમર્યાદામાં જવાબો લખી શકયા હતા. બપોરના ભૂગોળના પેપરમાં પાટણ કે.વી.પટેલ મેમોરીયલ સ્કુલમાંથી તેજ શાળાનો રીપીટર છાત્ર અપેક્ષીતની 20 જેટલી કાપલીઓ સાથે પકડાયોહતો. જ્યારે અેમઅેન હાઇસ્કુલમાં કન્યા વિધાલય સમીની છાત્રા પાસેથી ઉતરવહીમાં સંતાડેલી પુસ્તકની કાપલીઓ મળી આવી હતી.

જ્યારે કે.પી.હાઇસ્કૂલ હારિજમાં ગાંધીનગર સ્કવોર્ડ દ્વારા સર્વોદય શાળાના રીપીટર છાત્રનેકાપલી સાથે પકડયો હતો. શંખેશ્વર પી.સી.પ્રજાપતિ વિધાલયમા઼થી ખંડ નીરીક્ષકે જયભારત હાઇસ્કુલ સમીના છાત્રને હાથથી લખેલી 7 કાપલીઓ સાથે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો