તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ધારપુર સિવિલ સામેથી અધુરા માસે જન્મેલ મૃત બાળક મળ્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારપુર સિવિલ સામેથી અધુરા માસે જન્મેલ મૃત બાળક મળ્યુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ધારપુર ખાતે મેડીકલ કોલેજની સામેજ આવેલા ખાનગી ખુલ્લા પ્લોટમા઼થી આશરે 6 માસના નવજાત બાળકનો મૃતદેહ મળી આવતાં તેને લઇ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. બાલીસણા પોલીસે નવજાત શીશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારપુર ખસેડ્યો હતો. જોકે મૃત બાળક અહી઼ કયા઼થી આવ્યું તે સ્પષ્ટ થયું નથી. પણ નજીકમાંજ ધારપુર સીવીલ હોસ્પિટલ આવેલ હોઇ ત્યાંથી કોઇ નાખી ગયુ઼ હોય તેવી અટકળો તેજ બની હતી.

ધારપુર મેડીકલ કોલેજની સીવીલ હોસ્પિટલ સામે રોડ પર બીજી સાઇડે નવીન બની રહેલા સોપાન પ્લાઝા શોપીંગ કોમ્પલેક્ષના ખુલ્લા પ્લોટમાં ઇંટોના ખડકલા પાછળ શનિવારે બપોરે એક નવજાત બાળક મૃત હાલતમાં પડ્યું હોવાનું આજુબાજુના લોકોએ જોતા઼ દોડી ગયા હતા. નજીકમાંજ ચ્હાની કેબીન ધરાવતા યુવકે સબંધે બાલીસણા પોલીસ મથકે જાણ કરતાં પીએસઆઇ વી.એ.દેસાઇ અને એચસી તિખુભા ઝાલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાળકને સીવીલથી કે શહેરમાંથી લાવી ફેંકી દેવાયું છે તેની તપાસ કરાશે તેમ પોલીસ અધીકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો