તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પ્રશંશનીય કામગીરી કરનાર વિશિષ્ઠ મહાનુભાવોનું શિલ્ડ આપી સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશંશનીય કામગીરી કરનાર વિશિષ્ઠ મહાનુભાવોનું શિલ્ડ આપી સન્માન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવાકીયક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર રોટરી કલબ ઓફ પાટણનો 43 મો સ્થાપના દિવસની ઉજવણી બુધવારે રાત્રે કરવામાં આવી હતી જેમાં વોકેશનલ સર્વિસ એવોર્ડ અને ડીસ્ટ્રકટ ગવર્નરની કલબ વિઝીટનો કાર્યક્રમ પણ રાણકીવાવ રોડ પર ફાર્મહાઉસ ખાતે યોજાયો હતો.

15 માર્ચ 1974ના રોજ રોટરી કલબની સ્થાપના થઇ હતી. તેનીસેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં ગાંધીધામથી કલબની સતાવાર મુલાકાતે આવેલા ડિસ્ટ્રકીટ ગવર્નર દિનેશભાઇ ઠકકરે જણાવ્યું હતુંકે કલબે ચાલુ સાલે પણ તેના લક્ષાંકો પુરા કરી નામના મેળવી છે.આ સાથે એસ.કે.વાઘેલા, રવિ પટેલ, પુજા બારોટ અને રો. બાબુભાઇ પ્રજાપતીને વિશિષ્ઠ પ્રવૃત્તીઓ બદલ સન્માનિત કરાયા હતા. એજ્યકેશન ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ અશોકભાઇ ઠકકર, દીપીકાબેન પટેલ, સંગીતાબેન પટેલને પણ એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. પ્રસંગે કલબ પ્રેસીડેન્ટ પરેશ પટેલ, રમેશભાઇ નાણાવટી સહીત મોટી સંખ્યામાં રોટેરીયનો હાજર રહયા હતા. કાર્યક્રમ સંચાલન રો.બાબુભાઇ પ્રજાપતિઅને આભારવિધી રો. દિપકભાઇ ખમારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો