તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ઉંચીપોળમાં મહાવીર સ્વામી પ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉંચીપોળમાં મહાવીર સ્વામી પ્રભુ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
500 વર્ષ્ પ્રાચીન દેરાસરના જિર્ણોધ્ધાર બાદ ત્રિ દિવસીય મહોત્સવ ઉજવાયો

લગભગ108થી વધુ જિનાલયોથી શોભતા પાટણ ખાતે સોનીવાડા ઉંચીપોળમાં પ્રાચીન બે જિનાલયોનું નવીનીકરણ થતાં ભવ્ય મંદીરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી , શાંતિનાથ અને શંખેશ્વર પાર્શ્વનાથ આદી 11 જિન મૂર્તીઓની પ્રતીષ્ઠા વિધી ફાગણ વદ ચોથને ગુરૂવારે જિર્ણોધ્ધાર માર્ગદર્શક સાહિત્યકાર પૂજ્ય જૈનાચાર્ય શ્રી પૂર્ણચંદ્ર સુરીશ્વરજી મ.સા. તેમજ પ્રવચનકાર યુવાચાર્ય શ્રી યુગચંદ્રસુરીજી મહારાજ આદી 100 જેટલા શ્રમણ શ્રમણિ ગણની હાજરીમાં સંપન્ન થઇ હતી.

આશરે 500 વર્ષ પ્રાચીન જીનાલયનો જીર્ણોધ્ધાર ચાર મહીના પૂર્વે પૂજ્યશ્રીની પ્રેરણાથી મુખ્ય વહીવટદાર ટ્રસ્ટી ધરણેન્દ્રભાઇ શાહ દ્વારા શરુ કરાયો હતો. ત્રિદિવસીય પ્રતીષ્ઠા ઉત્સવમાં યોગેશભાઇ, નૈનેશભાઇ, સંજયભાઇ સોની વગેએ લાભ લીધો હતો. પ્રતિષ્ઠા બાદ લઘુશાંતિસ્નાત્ર મહાપુજન ભણાવવામાં આવ્યુ઼ હતું.

સાધર્મીક વાત્સલ્ય નવકારશી થયા હતા. કુલ 1700 ભાવીકોનો લાભ લેવાયો હતો. નગીનભાઇ પૌષધશાળાના કમીટી મેમ્બરોએ વ્યવસ્થાઓ સ઼ભાળી હતી. પ્રસંગ પુર્ણ થયે જૈનાચાર્યએ શંખેશ્વર તરફ મંગલ પ્રયાણ આદર્યું હતું. ત્યાં રવિવારે શ્રુતમંદીર ખાતે પુજન ભણાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો