તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • જિલ્લાની 244 ગ્રા. પંચાયતની યોજાનારી ચુંટણીના આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાની 244 ગ્રા. પંચાયતની યોજાનારી ચુંટણીના આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લાની 244 ગ્રામ પંચાયતોની 8 મી એપ્રીલે યોજાનારી ચુંટણીને લઇ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકિય માહોલ જામ્યો છે. ત્યારે શનિવારેથી ઉમેદવારી પત્રો રજુ કરવાની પ્રક્રિયા હાથ ધરાનાર છે. જેને લઇ ચુંટણીતંત્ર ધ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં બબાસણા, બોરસણ, રાજપૂર, સમોડા, સંખારી, ડાભડી, મણુંદ, માતપુર, રૂવાવી, અનાવાડા, ધારણોજ, દુધારામપુર, સુજનીપુર, વડલી, સરદારપુર, નોરતા, હમીદપુર, કુડેર, રણુંજ અને સરવા ગામના ઉમેદવારોને પાટણ તાલુકા પંચાયત કચેરી વનરાજ પ્રાથમિક શાળા ખાતે ચુંટણી લક્ષી કામગીરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગદોસણ, ઇલમપુર, ખીમીયાણ, મહેમદપુર, મીઠીવાવડી, ધારપુર, દીગડી, હાજીપુર, માંડોત્રી, રૂની સાંતી, ચંદુમાણા, કતપુર, કુણઘેર, ખાતપુરડા, સબોસણ, ખાનપુર, રાજકુવા, ખારીવાવડી, માનપુર, દિયોદરડા, કમલીવાડા, લોઢપુર, મોટારામણદા, નાનારામણદા, ચડાસણા, ડેરાસણા, કણી, સંડેર, વિસલવાસણા, કુલેસણા, ભદ્રાડા અને બાદીપુર ઉમેદવારીએ મામલતદાર કચેરી પાટણ ખાતેથી ચુંટણી લક્ષી કામગીરી રાખવામાં આવેલ હોવાનું મામલતદાર કચેરી પાટણના સુત્રો તરફથી જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો