તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરનારા 8ના પાછા પગલાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરનારા 8ના પાછા પગલાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | કોંગ્રેસશાસિત પાટણ નગર પાલિકાના પ્રમુખ જાગૃતિબેન પટેલ સામે 14 મી માર્ચના રોજ યોજાયેલી સામાન્ય સભાપૂર્ણ થયા બાદ મોડી સાંજે કોંગ્રેસનાજ ચૂંટાયેલા 20 કોર્પોરેટરોએ સહિઓ કરી લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત પ્રમુખ અને ચિફ ઓફિસરને મોકલી આપતા રાજકિય ભૂકંપ સર્જાયો હતો. ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કોર્પોરેટરો સાથે શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોએ વાટાઘારો કરીને ઘીના ઠામમાં ઘી ઢળે તેવા પ્રયાસો હાથ ધર્યા છે જેમાં આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તમાં તેઓ સંમત હોવાનો પત્ર પાલિકામાં જમા કરાવ્યો હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠકકરે જણાવ્યું હતું

પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરનાર કોંગ્રેસના વીસ કોર્પોરેટરો પૈકી દિનેશભાઇ ત્રિકમલાલ ભીલ, ભવાનજી ઠાકોર, પી.જે.વાણીયા, વંદનાબેન દરબાર, પિનલબેન સોલંકી, અલકાબેન પટેલ, અને ગીતાબેન ઠાકોર સહિતના એક કોર્પોરેટર મળી કુલ આઠ કોર્પોરેટરોએ તેઓ પાલિકા પ્રમુખની સામે કરાયેલી અવિશ્વાસની દરખાસ્તમાં સંમત હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો