તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ખાનગી શાળામાં મફત પ્રવેશ માટેનો લક્ષાંક છેલ્લા અઠવાડીયામાં પાર પડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાનગી શાળામાં મફત પ્રવેશ માટેનો લક્ષાંક છેલ્લા અઠવાડીયામાં પાર પડ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવાશૈક્ષણિક સત્રમાં પાટણ જિલ્લાની ખાનગી 109 પ્રાથમીક શાળાઓમાં આરટીઇ અંતર્ગત 25 ટકા પ્રમાણે 1042 બાળકોને ધોરણ- 1 માં મફત પ્રવેશ આપવા માટે વખતે ઓનલાઇન ફોર્મ ભરવાની નવી પધ્ધતિ સરકારે અમલમાં મૂકી હતી. પાટણ જિલ્લામાં પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી સ્થિતી સર્જાઇ હતી. ઓનલાઇન પ્રક્રિયા બરાબર ચાલતી હતી. અને ગુગલ મેપ પર 13 શાળાઓનું લોકેશન ખોટું હોવાથી ફોર્મ ભરાયા હતા.

પાટણમાં શરૂઆતના તબકકામાં પ્રથમ 20 દિવસમાં 1042 ફોર્મ ભરવાના લક્ષાંક સામે માત્ર 544 ફોર્મ ઓનલાઇન ભરાયા હતા. ફોર્મ ભરવા માટે 15 માર્ચ છેલ્લી તારીખ હતી. ત્યારે લક્ષ્યાંક પ્રમાણે ફોર્મ ભરાશે કે નહિ તે બાબતે ખુદ પ્રાથમિક શિક્ષણ તંત્ર પણ અવઢવમાં હતું પરંતુ છેલ્લા અઠવાડીયામાં 15 માર્ચ સુધીમાં 1042 નો લક્ષ્યાંક વટાવીને 1311 ઓનલાઇન ફોર્મ ભરાયા છે.

અંગે નાયબ ડીપીઓ (આરટીઇ) મહેન્દ્રભાઇ મકવાણાએ જણાવ્યુ કે તમામ અરજી ફોર્મ ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જશે અને ત્યાં આગળ સ્કુટીની કરીને અગ્રતા ક્રમ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા માટેની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો