• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કેસણીમાં મનરેગાના ભથ્થા ઉપાડ્યાનો આક્ષેપ, શાળાના બાળકોની મસ્ટરમાં હાજરી પૂરી

કેસણીમાં મનરેગાના ભથ્થા ઉપાડ્યાનો આક્ષેપ, શાળાના બાળકોની મસ્ટરમાં હાજરી પૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા તાલુકાના કેસણી ગામે મનરેગા સહિતના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપાત્મક રજૂઆત સાથે મંગળવારે ગામના યુવકોએ વિજીલન્સ તપાસની નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ માંગ કરી હતી. જેમાં મનરેગાના મસ્ટરમાં તળાવ ખોદકામ અને પેવર બ્લોકના કામમાં 12 થી 16 વર્ષના બાળકોની હાજરી પૂરી જેમના ભથ્થા ગેરકાયદેસર રીતે ઉપાડી લીધા હોવાના આક્ષેપો કરાયા છે. ગામના સરપંચ અને તલાટી સામે આક્ષેપો કર્યા છે.

કેશણી ગામના યુવકોએ પાટણ જિલ્લા પંચાયત ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.એન ચૌહાણને ભ્રષ્ટાચાર મામલે કરેલી આક્ષેપાત્મક રજૂઆતમાં જણાવ્યું છે કે ગામના તળાવ ખોદકામ અને પેવર બ્લોકના કામના માસ્ટરમાં 12 થી 16 વર્ષના બાળકોની હાજરી પુરેલી છે તેમના ભથ્થા ગેરકાયદેસર રીતે ઉપાડી લીધેલા છે આ બાળકો હાલમાં ગામની પ્રાથમિક શાળા અને જ્યોતિ વિદ્યાલય ગંગેટ ખાતે અભ્યાસ કરે છે તેઓ દરરોજ શાળામાં જાય છે અને તેઓની શાળામાં હાજરી પણ પુરાય છે. આ બાળકો અઢાર વર્ષની નીચેની ઉંમરના હોવાથી અને તેઓ અભ્યાસ કરતા હોવાથી બેરોજગારની વ્યાખ્યામાં આવતા નથી છતાં ડમી જોબકાર્ડ બનાવી ભ્રષ્ટાચાર કર્યો છે. આ ઉપરાંત વૃદ્ધ વ્યક્તિઓ બેરોજગારની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં તેમના ડમી જોબ કાર્ડ બનાવી મસ્ટર ભરી ભ્રષ્ટાચાર આચર્યો છે. આ સહિતના વિવિધ આક્ષેપો કરતી અરજી ગામના હિરેન પટેલ, અનિલ પટેલ અને અડિયાના હાર્દિક પટેલ સહિતના યુવકોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરી હતી.

આ મામલામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.એન ચૌહાણ તપાસ કરાવવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...