• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ શિહોરી હાઈવે પર કાંસા ત્રણ રસ્તા પાસે બાઇકચોર ઝડપાયો

પાટણ-શિહોરી હાઈવે પર કાંસા ત્રણ રસ્તા પાસે બાઇકચોર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ-શિહોરી હાઈવે પર કાંસા ત્રણ રસ્તા પાસે બાતમી આધારે વાહનચેકિંગ દરમિયાન એક બાઇક ચોરને રૂ.44,000ના મુદ્દામાલ સાથે હારીજ તાલુકાના એક શખ્સને વાગડોદ પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાગડોદ પોલીસ ટીમ પેટ્રોલિગમાં હતી ત્યારે કાંસા ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગ દરમિયાન પાટણ તરફથી આવી રહેલ પલ્સર બાઈક ચાલકને રોકી પૂછપરછ કરતાં હારિજ તાલુકાના રેલવે સ્ટેશન વિસ્તારના ઠાકોર મનુજી કડવાજી હોવાનું તેની સંઘન પુછપરછમાં બાઈક ચોરીનું હોવાનું કબૂલ્યું હતું.વધુ પૂછપરછ કરતા ચાર માસ અગાઉ પાટણ સીટીમાંથી બજાજ પ્લેટીના બાઈક ચોરી હોવાનું કબૂલ્યું હતું. બાતમીના આધારે વાગડોદ પોલીસ આ.પો .કો રાજેશભાઈ માનસીભાઈ ચૌધરીએ બાઈક ચોરને ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...