• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • NCC કેડેટ્સને સરકારી ભરતીમાં 5 ટકા લાભ અાપવા માંગ

NCC કેડેટ્સને સરકારી ભરતીમાં 5 ટકા લાભ અાપવા માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાં આપતી સમયે જેવી કે પૂર હોનારત યુદ્ધ જેવી પરિસ્થિતઓમા હંમેશા લશ્કરી દળોની સાથે ખડે પગે ઊભા રહી દેશની સેવા કરતા એનસીસી કેડેટ્સને ગુજરાત સરકારની વર્ગ ૧ થી ૩ ની તમામ ભરતીઓમાં પાંચ ટકા ગુણ નો લાભ આપવાની માંગ સાથે મંગળવારના રોજ એનસીસી કેડેટ્સ દ્વારા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

એનસીસી કેડેટ્સના યુવાનોએ જણાવ્યું કે રક્ષા શક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ભરતીમાં 15 ટકા ગુણ નો લાભ આપ્યો છે જ્યારે રમતગમતના વિદ્યાર્થીઓને ફક્ત 5 ગુણનો લાભ આપેે છે જે ખરેખર યોગ્ય નથી વર્ષ 2017માં ગુજરાતના શિક્ષણ મંત્રી એનસીસી કેડેટ્સને 5 ટકા ગુણનો લાભ આપવાની ઘોષણા કરી પરંતુ હજુ સુધી અમલ કરાતો નથી 5 ટકા ગુણનો લાભ મળે એનસીસી કેડેટ્સને લાભ મળે તેવી રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા વાઘેલા જશપાલસિંહ, મુસે ઈર્શાદ, હડિયોલ ચેતનસિંહ સહિતના યુવાનોની રજૂઆત સરકાર સમક્ષ પહોંચાડવાની નિવાસી કલેક્ટર બી.જી પ્રજાપતિએ હૈયાધારણા આપી.

અન્ય સમાચારો પણ છે...