• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • જૈવિક ખેતી માટે ગણવાડાના કાર્યકર જિલ્લામાં ઘૂમી માહિતી આપશે

જૈવિક ખેતી માટે ગણવાડાના કાર્યકર જિલ્લામાં ઘૂમી માહિતી આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના તાલુકાઓમાં જૈવિક ખેતીના પ્રસાર માટે કામ કરી રહેલા ગણવાડાના અશ્ફાકભાઈ સૈયદ એપ્રિલ અને મે માસમાં સિદ્ધપુર તાલુકાના તમામ 55 ગામડાઓમાં ફરીને સ્થાનિક સત્તાધિશોને મળીને જૈવિક ખેતી, પર્યાવરણ તથા જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ સંદેશ આપ્યો હતો. તેઓ હવે જિલ્લાના તમામ ગામડાંઓમાં ફરનાર છે.

ગામડાંઓની મુલાકાતનો એક ફોટો આલ્બમ પણ એમણે તૈયાર કર્યો છે અને ગુજરાતનાકૃષિ મંત્રી આર. સી.ફળદુને પણ જાણ કરાઈ છે. જળ ક્રાંતિ, ગીરગાય ક્રાંતિ, કાંકરેજ ગૌ ક્રાંતિ તથા દેસી ગાય આધારિત કૃષિના પ્રણેતા તેમજ ફ્લોટેક સબમસિર્બલ પંપના મેનેજીંગ ડિરેક્ટર મનસુખભાઈ સુવાગીયાએ અશ્ફાકભાઈને રાજકોટ ખાતે સ્વ લિખિત પુસ્તક ગૌ સત્વ ગ્રંથ તેમજ કાંકરેજ ગાય આપણા આંગણે નામક ફોટો ફ્રેમ ભેટ આપી સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...