તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણકીવાવ જોવા હવે 15ના બદલે 25 ચૂકવવા પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ ખાતે આવેલ વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ તેમજ મોેઢરાના ઐતિહાસિક સૂર્યમંદિરની મુલાકાતે આવતા સહેલાણીઓને હવે થોડા વધુ નાણાં ચૂકવવા પડશે. તાજેતરમાં જ ટિકિટના દર વધારી દેવામાં આવ્યા છે. જેમાં ભારતીય પ્રવાસીના ટિકિટ દર રૂ.15 થી વધારીને રૂ. 25 અને વિદેશી પ્રવાસીઓને રૂ.200 ના બદલે રૂ.300 દર કરવામાં આવ્યો છે. એકતરફ સુવિધામાં વધારો થયો નથી. ત્યારે બીજી તરફ ટિકિટના ભાવો વધારી દેવાતાં પાટણ રાણકી વાવ જોવા આવતા યાત્રિકોમાં કચવાટની લાગણી પ્રસરી છે.

કેન્દ્ર સરકારના કલ્ચરલ મંત્રાલય દ્વારા તાજેતરમાં એટલે કે 8 અોગસ્ટથી ટિકિટના દર વધારી દેવામાં આવ્યા છે. જેમાં તમામ વર્લ્ડ હેરીટેજ સાઇટોમાં ભારતીય પ્રવાસીઓ માટે રૂ.40 અને વિદેશી યાત્રિકો માટે રૂ.550 દર નક્કી કરાયા છે. એજ પ્રમાણે મોઢેરા સૂર્ય મંદિરના દર રખાયા છે.

પરંતુ પાટણ ખાતે રાણકીવાવના દર અોછા એટલે કે રૂ.25 અને 300 નિયત કરાયા છે અને તેનો અમલ શરુ થઇ ગયો છે તેમ પુરાતત્વ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ અને મોઢેરાના ટિકિટના દર સરખા છે
પાટણના આર્કિયોલોજી કન્જર્વેટર ઇમરાન મનસુરીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં પાટણ અને મોઢેરા બે સ્થળોએ ટિકિટ લેવાય છે. જે બંને ટુરીસ્ટ સ્થળોએ ભારતીય માટે રૂ.25 અને વિદેશીઅો માટે રૂ. 300 દર કરાયા છે. પાટણમાં મહિને આશરે 24000 ભારતીય અને 300 જેટલા વિદેશી ટુરીસ્ટો મુલાકાત લે છે. અન્ય સુવિધાઓ કરવા માટે દરખાસ્તો થયેલી છે.

ચાર્જ વધારાયો પણ અહીં કોઇ સગવડ નથી
વર્લ્ડ હેરીટેજ સાઇટના સ્થળે પાર્કિંગ ચાર્જ લેવાય છે. ટિકિટના દર લેવાય છે સામે સગવડ કંઇ નથી. સીસીટીવી કેમેરા નથીા, વાઇફાઇ પણ પંદર દિવસ ચાલુ હોય તો પંદર દિવસ બંધ હોય છે. વાવ વર્લ્ડ મોન્યુમેન્ટ બની પણ અહીં મેટલ ડીટેકટર જેવી સુરક્ષાલક્ષી સગવડ પણ કરાઇ નથી. શૌચાલય પણ બહારના ભાગે ન હોવાથી તકલીફ પડી રહી છે.

આટલો બધો વધારો કરવાની જરૂર ન હતી
પાટણ શહેરના યાત્રિક રમેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે હું પરિવારના છ સભ્યો સાથે આવ્યોછું તો રૂ.150 ટિકિટના ખર્ચવા પડી રહ્યા છે. અન્ય યાત્રિક મહેશભાઇ નાયકે જણાવ્યું કે આટલો બધો વધારો કરવાની જરૂર ન હતી.

અન્ય સમાચારો પણ છે...