પાટણમાં સમોડાના યુવક પર અજાણ્યા શખ્સોનો હુમલો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:40 AM IST
Patan News - latest patan news 034006
પાટણના તીરુપતી માર્કેટ પાસેથી સમોડા ગામનો યુવક ગાડી લઈ પસાર થતાં એક રિક્ષા ચાલકે ગાડીને ટક્કર મારી ભાગતાં યુવકે રિક્ષાનો પીછો કર્યો હતો ત્યારે રિક્ષા રળિયાત નગરમાં ઘૂસી જતા 5 થી 6 અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી મારપીટ કરી હતી

મૂળ પાટણ તાલુકાના સમોડા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા સોહિલ કુમાર મણિલાલ પટેલ ગુરુવારે પાટણ શહેરના તીરુપતી માર્કેટમાં કામકાજ પતાવી કાર લઇને પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષાનો ચાલક ગાડીને અડાડી નાસી ગયો હતો. સોહિલ પટેલે રિક્ષાનો પીછો કરતા રિક્ષા ચાલકે અન્ય શખ્સોને ફોનથી જાણ કરી બોલાવી લીધા હતા અને તે રળિયાત નગરમાં ઘૂસી ગયો હતો. સોહિલ પટેલ પણ રળિયાત નગરમાં પહોંચતાં તેના પર હુમલો કરતા લોકો ભેગા થઇ જતા હુમલો કરનારા રિક્ષા મૂકી નાસી ગયા હતા. યુવકને ઈજા થતા જનતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

X
Patan News - latest patan news 034006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી