હથિયારો સાથે પકડાયેલા ડાયા ઉકાના કેસમાં પોલીસને મધ્ય પ્રદેશનો ધક્કો

જેના પાસેથી હથિયારો લીધા હતા તે શખ્સનું 10 વર્ષ અગાઉ એન્કાઉન્ટરમાં મોત થયાનું ખૂલ્યું

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:40 AM
Patan News - latest patan news 034003
ગેરકાયદેસર હથિયારો સાથે રાધનપુરના કુંતાસરીથી પકડાયેલા તાજિયા ગેંગના સાગરિત ડાયાઉકા માજીરાણાને લઈ પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચ મધ્યપ્રદેશના ભીંડ ખાતે તપાસમાં જઈ પરત આવી ગઈ છે. પરંતુ પોલીસને ધક્કો પડ્યો હતો તપાસમાં ખાસ સફળતા મળી નથી.

ગેરકાયદેસર હથિયારો સાથે પકડાયેલા કુખ્યાત ડાયાઉકા માજીરાણા છ વર્ષ અગાઉ મધ્યપ્રદેશના ભીન્ડ ખાતે રહેતા જીતેન્દ્રકુમાર તોમર નામના શખ્સ પાસેથી હથિયારો ખરીદી લાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. તેને પગલે તેને લઈ મધ્યપ્રદેશના ભીન્ડ ખાતે પહોંચી હતી અને જિતેન્દ્ર તોમર નામના શખ્શના ઘરની મુલાકાત કરી હતી. પરંતુ તે શખ્સનું દસ વર્ષ અગાઉ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ થયેલું છે. ત્યારે હવે પોલીસ પણ અવઢવમાં મુકાઈ છે આરોપી પોલીસને ગેરમાર્ગે દોરતો હોય તેવી પોલીસને શંકાઓ થઈ રહી છે. ગુરુવારે આરોપીને રાધનપુર કોર્ટમાં રજૂ કરી દારૂના કેસમાં સાત દિવસના રિમાન્ડની માગતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

X
Patan News - latest patan news 034003
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App