તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ધારાસભ્ય બળવંતસિંહ રાજપુતે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભ્ય બળવંતસિંહ રાજપુતે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લામાં આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો હેઠળ છેલ્લા બે વર્ષમાં 34 કરોડ રૂપિયા સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે.

સિધ્ધપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના દંડક બળવંતસિંહ રાજપુતે પૂછેલા પ્રશ્નમાં માહિતી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લાના 9 તાલુકાઓ માટે વર્ષ 2015/16 અને 2016/17માં રૂ.1700 લાખ પ્રમાણે કુલ 3400 લાખ બજેટ ફાળવવામાં આવ્યું છે.જેમાં હાીરજને 125, સરસ્વતી અને ચાણસ્માને 150,પાટણ સિધ્ધપુર અને રાધનપુરને 175 લાખ, શંખેશ્વરને 225 , સાંતલપુરને 250 અને સમી તાલુકાને 275 લાખ બજેટ ફાળવાયું છે.

ધારાસભ્ય રાજપુતે બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જેમાં કેટલી રોજગારી અપાઇ તેવા પ્રશ્નમાં જિલ્લામાં 9 તાલુકામાં 15052 શિક્ષિત અને 216 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે જેમાં વર્ષ 2015માં 2852 શિક્ષિત અને 210 અર્ધશિક્ષિત જ્યારે વર્ષ 2016માં 3263 શિક્ષિત અને 62 અર્ધશિક્ષિતોને રોજગારી આપવામાં આવી હોવાનું શ્રમ રોજગાર મંત્રીએ જણાવ્યું હતું પ્રક્રીયા ધીમી હોવાનું રાજપુતે ચર્ચામાં જણાવ્યુ઼ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો