તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કાયમી ચોકીદાર નિમણુંક કરીને અસામાજિક તત્વોને નશ્યત કરવા પાલિકા પ્રમુખને આવેદનપત્ર અપાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયમી ચોકીદાર નિમણુંક કરીને અસામાજિક તત્વોને નશ્યત કરવા પાલિકા પ્રમુખને આવેદનપત્ર અપાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરની મધ્યમાં આવેલ ચતુર્ભુજ બાગની સુવિધાઓમાં વધારો થાય,બગીચામાં કાયમી ચોકિયાત અને માળીની નિમણુંક કરવા તેમજ અસામાજિક તત્વોને દૂર કરવાની રજુઆત શુક્રવારે કેટલાક સીનીયર સીટીઝનોએ કરી હતી.પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યુ હતું.

શહેરના મધ્યના બગીચામાં કાયમી બેસતા સીનીયર સીટીઝનોએ જણાવ્યુ કે શહેરની મધ્યમાં આવેલ ચતુર્ભૂજ બાગ શહેરની શોભા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બગીચામાં કાયમી ચોકીયાત કે માળી હોવાથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. ફુલ છોડ પણ યોગ્ય જાળવણીના અભાવના કારણે મુરઝાઇ રહ્યા છે. બાળકોને રમવાના સાધનોને અસામાજિક તત્વો ગમે તેમ દુરૂપયોગ કરી નુકશાન કરી રહ્યા છે. ત્યારે કાયમી ધોરણે ઉપયોગી બાબતોનું નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરી હતી. તેઓની રજુઆત સાંભળી પાલિકા પ્રમુખ તેમજ કારોબારી ચેરમેને ઘટતુ કરવાની હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો