તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાલીસણાના યુવાનોએ 200 બીલીના રોપાઓ વાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પવિત્ર શ્રાવણ માસ અને વન મહોત્સવ અંતર્ગત પાટણ તાલુકાના બાલીસણા ગામે શિવ ભક્તોએ 200 બીલીના રોપાઓનું વાવેતર કરી વિશ્વેશ્વર મહાદેવને બીલીવન અર્પણ કર્યું હતુ. બાલીસણા ગામના શિવ ભક્તોએ પાટણ હાઇવે પર ગામથી ત્રણેક કિલોમીટર દૂર આઈ.ટી.આઈ ની પાછળના ભાગે બ્રાહ્મણ તલાવડીના કાંઠે આવેલા શિવ મંદિરનો વિકાસ કરવાનો નિર્ધાર કરાયો છે.રવિવારે વિશ્વેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં શાસ્ત્રો વિધિ-વિધાન સાથે શિવ ભક્ત યુવાનો અરવિંદભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ, જલ્પેશભાઈ પટેલ, બિરેન પટેલ અને હેત પટેલ સહિતના યુવાનોએ બીલીના 200 રોપાઓનું વાવેતર કરી વિશ્વેશ્વર મહાદેવને બીલીવન અર્પણ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...