પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે યુનિ.ના 82.31 લાખ ચાઉં કર્યાની કુલપતિ બી.એ. પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:36 AM IST
Patan News - latest patan news 033648
Patan News - latest patan news 033648
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય અને ઉ.ગુ.યુનિ. સંલગ્ન એમએસડબલ્યુ કોલેજના પૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કિરીટભાઇ પટેલ સામે કુલપતિ બી.એ. પ્રજાપતિએ રૂ. 82.31 લાખની ઉચાપતની ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસમાં ગુરુવારે નોંધાવી છે. યુનિ.ના કાર્યક્ષેત્રમાં આવતી સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં સ્ટાફની ભરતીના ઇન્ટરવ્યૂ 2012 થી 2016 દરમિયાન એમએસડબલ્યુ દ્વારા કરાયા હતા. આ ઇન્ટરવ્યૂથી જે આવક થયેલી તેના આવક- જાવકના હિસાબો કિરીટ પટેલ કે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજે યુનિ.માં રજૂ નહીં કરી મોટાપાયે નાણાંની ગેરરીતિ થયેલ હોઇ આ ફરિયાદ કરાઇ છે. કિરીટ પટેલે ફરિયાદને લઇને કહ્યું કે, કુલપતિનો ભ્રષ્ટાચાર સામે આવ્યો એટલે રાજકીય રીતે ટાર્ગેટ બનાવવા ફરિયાદ કરાઇ છે. કિરીટ પટેલ સામે કલમ 409, 467, 468 અંતર્ગત ફરિયાદ નોંધી તપાસ પીએસઆઇ જે.એમ.ખાંટને સોંપાઇ છે. જોકે, કુલપતિએ દહેશત વ્યક્ત કરી છે કે આશરે રૂ.1 થી 1.50 કરોડની ઉચાપતની આશંકા છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 15-10-2018 પાટણના રહીશ પંકજકુમાર બચુભાઇ વેલાણીએ યુનિ.ને એક અરજી આપી રજૂઆત કરી હતી કે બનાવટી દસ્તાવેજો બનાવી ઉચાપત કરાઇ છે. આ બાબતે બીજી અરજી યુનિ.ના સભ્ય પટેલ મનોજકુમાર ખોડીદાસે તા. 19-10 -2018ના રોજ કરી હતી. આ બંને અરજીઓની પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતાં યુનિ.એ કારોબારી સભામાં તા.2-11-2018ના રોજ કિરીટ પટેલને નોટિસ આપી ખુલાસો પૂછાયો હતો. પરંતુ તેઓ હિસાબ બાબતે કોઇ ખુલાસો કર્યો નહીં

ઉ.ગુ. યુનિ. સંલગ્ન 193 કોલેજોએ કહ્યું કે, રોકડા કિરીટ પટેલને ચુકવ્યા, હાલના આચાર્ય કહે છે કોલેજ પાસે કોઇ રેકોર્ડ જ નથી

આ ભરતી પ્રક્રિયામાં 250થી વધુ સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ ભાગ લીધો હતો. જેમાંથી 193 કોલેજોમાં કહ્યું કે રૂ.82,31,584 રોકડા એમએસડબલ્યુ કોલેજના કાર્યકારી પ્રિન્સીપાલ કિરીટ ચીમનલાલ પટેલને ચુકવ્યા હતા. યુનિ.આ બાબતે 22-10-2018ના રોજ કોલેજના હાલના આચાર્ય પટેલ ભરતભાઇ મોતીભાઇને પત્ર લખી 99 મુદાઓની માહિતી માંગી, જેમાં સામૂહિક ઇન્ટરવ્યૂમાં જોડાયેલી કોલેજોની યાદી, તેઓએ ચુકવેલી રકમોની વિગત, ઇન્ટરવ્યૂમાટે આપવામાં આવેલી જાહેરાત તથા તે અંગે થયેલ ખર્ચ ચુકવ્યા અંગેના બિલો તથા રસીદો તેમજ ઇન્ટરવ્યૂમાં બેઠેલ તજજ્ઞો, પ્રતિનિધિઓ તથા વહીવટી સ્ટાફને ચુકવેલ મહેનતાણાંની રકમ 29-10-2018એ કોલેજ તરફથી જવાબ અપાયો કે કોલેજના રેકર્ડ ઉપર ખાતરી કરતાં આવી કોઇ માહિતી ઉપલબ્ધ નથી. કોલેજના વર્તમાન કાર્યકારી આચાર્યઅે વધુમાં કહ્યું તા. 1-1-2018 તે તેમનો ચાર્જ લીધો છે. આ પછી યુનિ.એ વિવિધ કોલેજો પાસેથી માહિતી મંગાવી, જેમાં નવનીતભાઇ એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વર, મહિલા એજ્યુકેશન કોલેજ ઊંઝા, આર્ટસ કોલેજ લવાણા, મહર્ષિ દયાનંદ સરસ્વતી બીઅેડ કોલેજ બાસ્પા, એમએડ કોલેજ, દરામલી, એમએસ ડબલ્યુ કોલેજ પાટણ, બીસીએ કોલેજ પાટણ અને કોકીલાબેન કરશનભાઇ પટેલ એમએસસી કોલેજ નાની કડીએ માહિતી આપી હતી.

નાણાં ચેકથી લેવાય, છતાં રોકડેથી લેવાયા

ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે દરેક કોલેજ પાસેથી ઇન્ટરવ્યૂ ખર્ચના નાણાં ચેકથી લેવાની પ્રથા છે. છતાં કિરીટ પટેલે અંગત ફાયદા માટે રોકડેથી લઇ અને નાણાં સ્વીકાર્યાની પહોંચ ખોટી રીતે બનાવી તેમજ સરકારી હોદાની રૂએ સહી કરી કરાવીને નાણાં મેળવી યુનિ.ની તિજોરીમાં જમા નહીં કરાવી યુનિ. સાથે છેતરપિંડી કરી છે.

હિસાબોની ફાઇલ છે જેને જોવા હોય તે જોઇ શકે

ફરિયાદમાં વધુ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કિરીટ પટેલે જૂના સર્કિટ હાઉસમાં પ્રેસ પરિષદ કરી જેમાં તે એમ કહેતા જણાય છે કે મારી પાસે હિસાબોની ફાઇલ છે. જેને જોવા હોય તે જોઇ શકે. ફરિયાદ સાથે રજૂ કરેલી સીડીમાં કિરીટ પટેલ ફાઇલો લઇને બેઠેલા જણાય છે. આમ હવે તો સરકારી રેકર્ડ પોતાના કબજામાં રાખી શકે નહીં, કારણ કે તેઓ હવે આ કોલેજના ઇ.પ્રિન્સીપાલ નથી.

પ્રશ્ન : તમારી સામે અેફઅાઇઅાર દાખલ થઇ છે, શું કહેશો ?

પટેલ : મને ખબર હતી કે અાવું કંઇ થશે. અેટલે જ મેં બુધવારે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. અગાઉ મારા ભાઇને સસ્પેન્ડ કર્યો હતો. મને સેનેટ સભ્યપદેથી દૂર કર્યો.

પ્રશ્ન : અાક્ષેપ છે કે તમે હિસાબો અંગે ખુલાસો રજૂ કર્યો નથી ?

પટેલ : મેં 28 નવેમ્બરે કુલપતિને રૂબરૂ મળીને જવાબ અાપેલો છે. અગાઉ હું પ્રોફેસર હતો ત્યારે યુનિવર્સિટી દ્વારા જ ઇન્ટરવ્યૂ થતા હતા. જેમાં હું પણ બેસતો અને મને પણ મહેનતાણું મળતું. તે વખતે પણ હિસાબો અપાતા નહોતા. છતાં અગાઉ હિંમતનગર, પિલવાઇ, મહેસાણામાં ઇન્ટરવ્યૂ થયેલા તેના હિસાબો અાવ્યા હોય તો બતાવશો તો તે મુજબ લખી અાપવા કહ્યું હતું.

પ્રશ્ન : તો ફરિયાદનો અાક્ષેપ ખોટો છે તેમ કહો છો ?

પટેલ : અગાઉ અા હિસાબો અંગે મારે બી.અે. પ્રજાપતિને વાત થયેલી. ત્યારે 1-7-2017ના રોજ વોટસ્અેપ પર મેસેજ કરીને અાવા હિસાબો રજૂ કરવાની જરૂર નથી તેમ કહ્યું હતું. છતાં જે હતા તે હિસાબો રજૂ કર્યા હતા અને હવે તેઅો જ સવાલ ઉઠાવે છે.

પ્રશ્ન : તમને રાજકીય રીતે ટાર્ગેટ બનાવાઇ રહ્યા છે તેમ કહો છો?

પટેલ : હા , ઉલટાનો કુલપતિનો ભ્રષ્ટાચાર સામે અાવ્યો છે. તેમના દીકરાને નોકરીમાંથી રાજીનામું અાપવું પડ્યું છે. બીઅેડમાં ભૂતિયા વિદ્યાર્થીઅો હોવાનું તેમણે સ્વીકાર્યું છે અને તપાસના અાદેશ કર્યા છે. મેં મુખ્યમંત્રી સુધી રજૂઅાત કરી છે.

સીધી વાત ડો. કિરીટ પટેલ, ધારાસભ્ય, પૂર્વ પ્રિ.MSW કોલેજ

ધારાસભ્યએ કહ્યું, હાઇકોર્ટમાં પિટીશન કરી એટલે ફરિયાદ નોંધાવી

પ્રશ્ન: તમે વોટસઅેપ પર હિસાબોની જરૂર નથી તેવું કહેલું?

કુલપતિ: ના, અમારે તેવા વોટ્સઅેપના સંબંધો કયારેય નથી રહ્યા.

પ્રશ્ન : ફરિયાદ માટે સરકારની પરમિશન લેવાની હોય છે કે કેમ ?

કુલપતિ : ના. મેં ધારાસભ્ય સામે નહીં પણ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે અેટલે મંજૂરી લેવાની થતી નથી.

પ્રશ્ન : અગાઉ પણ અા રીતે ભરતી થઇ હતી, તેમાં પણ અાવું હતું કે ?

કુલપતિ : ખબર નથી. અા વખતની મારા ધ્યાને હકીકત અાવી છે.

પ્રશ્ન : કોલેજો તરફથી શું અાધાર મળ્યા છે ?

કુલપતિ : કઇ રીતે કેટલી ચુકવણી વર્ષવાર કરાઇ તેની વિગતો મળ્યા પછી જ ફરિયાદ કરાઇ છે.

પ્રશ્ન : અાક્ષેપ છે કે તમારો ભ્રષ્ટાચાર બહાર લાવતાં ફરિયાદ કરાઇ છે ?

કુલપતિ : વાતમાં કોઇ દમ નથી. તેઅો અાવા અાક્ષેપો જ કરવાના. પૂર્વ કુલપતિ ગોદારા વખતે અા ભરતી કેમ્પ થયો હતો.

સીધી વાત ડો. બી.અે. પ્રજાપતિ , કુલપતિ

X
Patan News - latest patan news 033648
Patan News - latest patan news 033648
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી