પાટણમાં રાણકી વાવ ઉત્સવમાં લોક ગાયિકા સંગીતા લાબડીયાએ શ્રોતાઓને ડોલાવ્યાં

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:36 AM IST
Patan News - latest patan news 033638
પાટણની વિશ્વ વિખ્યાત રાણીની વાવ ઉત્સવ પ્રસંગે બે દિવસ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું એમ્ફી થીયેટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રતિવર્ષ રાણીની વાવની નિશ્રામાં ઉજવાતો પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્રમના બીજા દિવસે પણ કલાકારોએ શ્રોતાઓના મન મોહી લાધા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમના બીજા ચરણમાં ગુજરાતના પ્રસિધ્ધ લોક ગાયિકા સંગીતા લાબડીયા, લોક ગાયક બ્રીજરાજ લાબડીયા અને લોક સાહિત્યકાર નવઘણસિંહ વાઘેલા અને હાસ્ય કલાકાર ભરત રાવલના કલાવૃન્દે મોટી સંખ્યામાં ઉમટી પડેલ કલાપ્રેમી નગરજનોનું મનોરંજન પુરુ પાડ્યું હતું. મોડી રાત સુધી નગરજનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી કલા પ્રસ્તુતિમાં ઝુમી ઉઠ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જી.પ્રજાપતિ, પ્રાંત અધિકારી ડી.બી.ટાંક, રમત-ગમત અધિકારી વિરેન્દ્રભાઇ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક જે.ટી.સોનારા, મામલતદાર શેરસીયા, પ્રબુધ્ધ નગરજનો સહિત પાટણના કલાપ્રેમી નગરજનો મોટી સંખ્યામાં કાર્યક્રમને માણવા ઉપસ્થિત રહ્યા હતા.

X
Patan News - latest patan news 033638
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી