પાટણના વેરાઇ ચકલામાં વરલી મટકાનો જુગાર લખતા 3 ઝબ્બે

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:36 AM IST
Patan News - latest patan news 033629
પાટણ શહેરમાં વેરાઇ ચકલા એમ જે કોમ્પ્લેક્ષ સામે જાહેરમાં વરલી મટકાનો જુગાર લખતા શખ્સ સલીમખાન સોહરાબખાન પઠાણ રહે.પાટણ અને વિક્રમભાઇ અનીલભાઇ ઠાકોર રહે.પાટણ હાર જીતનો જુગાર લખી તેમજ ઠાકોર વિરચંદજી જવાજી રહે.જામઠા પાટણ વરલી જુગાર લખાવી હતા. રેડ દરમ્યાન જુગારના સાહિત્ય રોકડ રકમ રૂ.5500 અને બે મોબાઇલ મળી કુલ 5900 સાથે ઝડપી પાડ્યા હતા અને શખ્સ રેવુજી મગુજી ઠાકોર રહે.અઘાર જુગાર રેડ દરમ્યાન હાજર ન હતો આ અંગે પાટણ એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

આંબાપુરાથી 3 શકુનિ ઝડપાયા

પાટણના અાંબાપુરા ગામે હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે બાલીસણા પોલીસે બુધવારે સાંજે રેડ રોકડ રૂ.5760 અને 3 મોબાઇલ મળી કુલ રૂ.16760 સાથે ગોસ્વામી કમલેશકુમાર અમુતભારથી, ઠાકોર અજમલજી ઉર્ફે સુરરેશજી દિવાનજી અને ઠાકોર ધરમસિંહ મફાજીને પકડી પાડ્યા હતા.

X
Patan News - latest patan news 033629
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી