સિદ્વપુરમાં બાઇકે ટક્કર મારતાં એક્ટીવા ચાલક મહિલાને ફ્રેકચર

અકસ્માત સર્જી બાઈક ચાલક નાશી છુટ્યો

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:36 AM
Patan News - latest patan news 033626
સિદ્વપુરમાં બિંદુ સરોવર પુલ ઉપર એક અજાણ્યા બાઇક ચાલકે એક્ટીવા ચાલક મહીલાને ટક્કર મારતાં મહિલાને પગના ભાગે ફ્રેક્ચર તેમજ નાની મોટી ઇજાઓ થતા સિદ્વપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્વપુર ખાતે જડીયાવીરના મહોલ્લો રહેતા જાનકીબેન હસમુખભાઇ ઠક્કર એક્ટીવા (જીજે 24 અાર 7556) લઇને 2 ડિસેમ્બરના રોજ બપોરે સિદ્વપુર બિંદુ સરોવર પુલ ઉપર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા બાઇક ચાલકે એક્ટીવાને ટક્કર મારતા જાનકીબેન નીચે પડતા પગે ફ્રેકચર કરી તેમજ નાની મોટી ઇજાઓ થઇ હતી. આ અકસ્માત દરમ્યાન બાઈક ચાલક નાશી છુટ્યો હતો. આ અંગે જાનકીબેનએ અજાણ્યા બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

X
Patan News - latest patan news 033626
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App