પાટણ કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મીઓ માટે યુનિફોર્મ લાગુ કરાયો

પાટણ | વર્ષ 2011-12માં જિલ્લા કલેક્ટર જે.જી.હિંગરાજીયાની રાહબર હેઠળ પાટણ જિલ્લાએ શ્રેષ્ઠ મહેસુલી કામગીરી કરવા બદલ...

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 03:36 AM
Patan News - latest patan news 033623
પાટણ | વર્ષ 2011-12માં જિલ્લા કલેક્ટર જે.જી.હિંગરાજીયાની રાહબર હેઠળ પાટણ જિલ્લાએ શ્રેષ્ઠ મહેસુલી કામગીરી કરવા બદલ ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કલેક્ટરનો એવોર્ડ, પ્રશસ્તિપત્ર તથા પ્રોત્સાહિત રકમ મળી હતી. આ રકમમાંથી કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને યુનિફોર્મમાં કાળું પેન્ટ અને આસમાની શર્ટ આપેલ છે. જેનો ગુરૂવારથી કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ યુનિફોર્મ પહેરીને શરૂઆત કરી છે. જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, કલેકટર કચેરીમાં ડ્રેસકોડ લાગુ થવાથી કલેકટર કચેરીના કર્મચારીની અલગ ઓળખ ઉભી થશે અને સ્વમાન પણ જળવાશે. કચેરીમાં આવેલ પ્રજાજનોને પણ કલેક્ટર કચેરીના કર્મચારી તરીકે ઓળખી શકાશે.

X
Patan News - latest patan news 033623
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App