તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • મીઠાધરવા નજીક વૃદ્ધ મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટ લેતાં મોત

મીઠાધરવા નજીક વૃદ્ધ મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટ લેતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામ નજીક શનિવાર સાંજે પસાર થઇ રહેલી વૃદ્ધ મહિલાને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજા થતાં તેમનું મોત થયુ હતુ. આ અંગે પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

ચાણસ્મા તાલુકાના મીઠાધરવા ગામ નજીક ચાણસ્મા મહેસાણ હાઇવે પર શનિવારે સાંજે સુમારે પસાર થઇ રહેલી વૃદ્ધ મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તેને ગંભીર ઇજાઓ થતા તેનું મોત થયુ હતુ. આ અંગે ચાણસ્મા પોલીસે અજાણી મહિલાની લાશનો કબ્જો લઇને તેને ધારપુર હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રાખીને તેના વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેવું ચાણસ્મા પોલીસના સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...