જિલ્લાના પાટણ અને ચાણસ્મા તાલુકાના આઠ ગામોમાં નાયબ જિલ્લા

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:36 AM IST
Patan News - latest patan news 033619

જિલ્લાના પાટણ અને ચાણસ્મા તાલુકાના આઠ ગામોમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સરપ્રાઇઝ ચેકિંગ કરતા આઠ પૈકી ચાર ગામોમાં તલાટી કમ મંત્રીઓ ગેરહાજર મળી આવ્યા હતા. જેમને નોટિસ ફટકારવા માટે પાટણ જિલ્લા પંચાયત ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લાના પાટણ અને ચાણસ્મા તાલુકાના આઠ ગામ દિગડી, કુડેર, બબાસણા, પલાસર, ધારપુર, બાલીસણા, સંડેર અને લણવા ગામની નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.એન ચૌહાણે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. જેમાં દીગડી, કુડેર, બબાસણા અને પલાસરના તલાટી કમ મંત્રી તેમની ફરજના સ્થળે ગેરહાજર મળી આવ્યા હતા. જેને પગલે ગેરહાજર ચાર તલાટી કમ મંત્રીને નોટિસ આપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવું નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ.એન ચૌહાણે જણાવ્યું હતું.

X
Patan News - latest patan news 033619
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી