પાટણ જિલ્લા પંચાયતના કર્મચારીઓના ક્વાટર્સની ફાળવણી ભ્રષ્ટાચાર થકી કરવામાં

DivyaBhaskar News Network

Dec 07, 2018, 03:36 AM IST
Patan News - latest patan news 033616

પાટણ જિલ્લા પંચાયતના કર્મચારીઓના ક્વાટર્સની ફાળવણી ભ્રષ્ટાચાર થકી કરવામાં આવી હોવાના અાક્ષેપ સાથે તેની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જીલ્લા પંચાયત સદસ્યે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત માંગણી રજૂ કરી છે. કવાટર્સ ફાળવણીની યાદીમાં 35 મા નંબરના અરજદાર કર્મચારીને પડતો મૂકી 40 અને 42 મા ક્રમાંકના કર્મચારીઓને ફાળવણી કરી દેવાઈ હોવાની રજૂઆત કરી છે.

પાટણ જિલ્લા પંચાયતના વર્ગ-૩ ના જૂનિયર ક્લાર્ક હિતેશ જાદવે વર્ષ 250માં કવાટર્સ માટેની માગણી કરી હતી. યાદીમાં તેમનો 35 મો નંબર હતો અને યાદી ક્રમાંક 40 અને 42 નંબરના અરજદાર કર્મચારીઓએ વર્ષ 2016માં અરજી કરેલી હતી છતાં જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા 35માં નંબરના અરજદાર કર્મચારીને પડતો મૂકી તેના પછી અરજી કરનાર 40 અને 42 માં નંબરના બે કર્મચારીઓને કથિત ભ્રષ્ટાચાર થકી અાવાસ ફાળવણી કરી દેવામાં આવેલી છે તેવી રજૂઆત જીલ્લા પંચાયત સદસ્ય શંકરભાઈ કટારીયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે.વધુમાં આ બાબતે તેઓ ગાંધીનગર વિજિલન્સમાં તપાસની માંગણી કરવાના છે.

X
Patan News - latest patan news 033616
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી